ગુજરાતમાં વધુ એક વખત ઘટ્યો કોરોનાનો કહેર

admin
1 Min Read

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતુ જોવા મળી રહ્યુ છે. ત્યારે વધુ એક વખત કોરોનાના રોજ નોંધાતા કેસોની સંખ્યા 1000 થી નીચે નોંધાઈ છે. આમ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 14 હજારથી નીચે પહોંચી ગઈ છે. રાજ્યમાં 25 ઓક્ટોબર સાંજથી 26 ઓક્ટોબર સાંજ સુધીમાં 908 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,68,081 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1102 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 4 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3693 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,50,650 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 228 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 173, વડોદરામાં 111 અને રાજકોટમાં 68 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 13738 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article