બિહાર ચૂંટણી : કોરોનાકાળમાં પણ મતદાતાઓએ દેખાડ્યો ઉત્સાહ

admin
1 Min Read

કોરોનાકાળમાં દેશમાં સૌ પ્રથમ ચૂંટણી બિહારમાં યોજાઈ રહી છે. જ્યાં પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું. કોરોનાકાળમાં પણ લોકોએ દેશના નાગરીક હોવાની ફરજ નીભાવી હતી. બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠકો પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આશરે 53.54 ટકા જેટલું મતદાન થયું છે.

આ ચૂંટણીમાં બે કરોડથી પણ વધુ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 1066 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદાતાઓએ ઈવીએમમાં કેદ કરી દીધો છે. રોહતાસ, અરવલ, ઔંગાબાદ, ગયા સહિતના 16 જિલ્લામાં પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે.

કોરોનાના કારણે ચૂંટણીમાં સરકારની અને ચૂંટણી પંચની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યુ હતું. સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.

મતદાન પહેલા ઔરંગાબાદમાં સીઆરપીએફની ટીમને 2 આઈઈડી બોમ્બ મળી આવ્યા હતા જેને ડિફ્યુસ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને છોડી સમગ્ર દિવસ દરમિયાન ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.

Share This Article