PUBG ગેમ બંધ થાય એ પહેલા જ સુરતમાં યુવકે કરી લીધો આ કારણસર આપઘાત….

admin
1 Min Read

હાલમાં બાળકો મોબાઇલમાં સતત ગેમ રમતા વધારે જોવા મળી રહ્યો છે. ચિકિત્સકો દ્વારા પણ આ મામલે સતત જણાવામાં આવી રહ્યું છે આનાથી બાળકોની આંખોને ઘણુ નુકસાન થઇ રહ્યું છે. બાળકોથી લઇને યુવાઓમાં PUB-G ગેમનું આકર્ષણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે.

ત્યારે શુક્રવારથી પબજી મોબાઈલ ગેમ બંધ થઈ ગઈ હોવાની જાહેરાત કરાઈ છે. જોકે આ પહેલા જ સુરતમાં PUB G ગેમ જીવલેણ સાબિત થઈ છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં પિતા એ PUB G રમવા બાબતે ઠપકો આપતા જુવાનજોધ 24 વર્ષીય પુત્ર એ ગળેફાંસો આપઘાત કર્યો છે.  પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પિતાએ PUB-G ગેમ રમવા બાબતે ઠપકો આપતા પુત્રએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 24 વર્ષના પુત્રએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી.  શહેરના ડિંડોલી વિસ્તારમાં આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પુત્રની PUB-G ગેમ રમવાની આદથી પિતા સતત પરેશાન રહેતા હતા. ગેમ રમવાનું બંધ કરાવવા પિતાએ અનેક પ્રયાસ કર્યા હતો. જો કે પુત્ર તેમ છતાં પણ સતત આ ગેમ રમતો હતો.  ત્યારે પિતાએ PUB-G ગેમ રમવા બાબતે ઠપકો આપતા પુત્રએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જુવાન જોધ 24 વર્ષિય પુત્રએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે.

Share This Article