રસીની વધતી જતી માંગ સામે ડોઝની અછત સર્જાતા આ દેશમાં વેક્સિનનું પરિક્ષણ અટક્યું

admin
1 Min Read

રશિયામાં કોરોનાની રસીના ટ્રાયલને હાલમાં રોકવામાં આવ્યા છે. રસીની વધતી માંગ સામે ડોઝની અછતને પગલે નવા સ્વયંસેવકો પર કોરોના વેક્સીનના પરીક્ષણને અચાનક રોકવામાં આવ્યું છે.આ અંગેની જાણકારી પરીક્ષણ કરી રહેલ કંપનીના એક અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

પરીક્ષણ કરી રહેલી કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે મોસ્કોની મહત્વકાંક્ષી કોરોના રસીની યોજના પર રોક લાગવી એક ઝટકા સમાન છે. રશિયા દ્વારા શોધાયેલી કોરોના વેક્સીન સ્પુતનિક વીના અત્યાર સુધીના પરીક્ષણ દરમિયાન 85 ટકા લોકોને તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થઈ.

આ વેક્સીન વિકસાવનાર ગાલમેયા રિસર્ચ સેન્ટરના હેડ એલેક્ઝેન્ડર ગિંટ્સબર્ગે આ અંગે માહિતી આપી હતી. એલેક્ઝેન્ડરે જણાવ્યું હતું કે કોરોના વેક્સીનની સાઈડ ઈફેક્ટ 15 ટકા લોકો પર જોવા મળી છે. સ્પુતનિક વીના ત્રીજા તબક્કાના ટ્રાયલ્સ ચાલી રહ્યા છે. મહત્વનું છે કે, ભારતમાં પણ રશિયાની વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યુ છે. સ્પુતનિક વી રશિયાની કોરોના વેક્સીનનું ટ્રાયલ ભારતમાં આગામી માર્ચ મહિનામાં પૂર્ણ થઈ શકે છે.
Share This Article