પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૭૫મી વર્ષગાંઠ

admin
2 Min Read

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ૭૫મી જન્મજયંતી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં આવેલા વિરભૂમી ઘાટ ખાતે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિય ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહ સહિતના નેતાઓ સવારે વિરભૂમી પહોંચ્યા હતા. જ્યાં રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મૂખર્જીએ પણ સવારે વીર ભૂમિ પહોંચીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેવામાં પાટણમાં રાજીવગાંધી જન્મ જયંતી નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજીવ ગાંધીની ૭૫ વર્ષ ગાંઠ નિમિતે શ્રદ્ધાંજલી કાર્યક્રમ તેમજ વન મહોત્સવ કાર્યક્રમ ચાણસ્મા હાઇવે ની બાજુમાં વૃક્ષા રોપણકાર્યક્રમ માં પૂર્વ પ્રમુખ શ્રી રણજીતસિહ મહેસાણા જીલ્લા પંચાયત અખિલ ભારતીય કોગ્રેસ સેવાદળ કુપાજી એસ ઝાલા,નાગજીભાઈ દરબાર (સુણસણ),તાલુકા કોગ્રેસ પ્રમુખ ધેમરભાઈ દેસાઈ, તાલુકા પંચાયતપ્રમુખ રાજુભાઇ પટેલ , .પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિવરૂણભાઈ વ્યાસ , ચાણસ્મા શહેર કોગ્રેસ પ્રમુખ.કમલેશ પટેલ,રાકેશ પટેલ , નારાયણભાઈ રાવળ,તેમજ તમામ કાર્યકરોએ વૃક્ષારોપણ કરી તમામકાર્યકરો દ્વારા વૃક્ષનું જતન કરી ઉછેરવાનો સંકલ્પ લીધો હતો…જે આવનાર સમય માટે તેમજ પર્યાવરણ ને ફાયદારૂપ સાબીત થશે.જે નગરજનો લોકો માટે પ્રેરણા રૂપ બની રહેશે.જો વૃક્ષારોપણના મહત્વની વાત કરવા જઈએ તો, ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પોતાનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. આયુર્વેદના જનક મહર્ષિ ચરકે પણ વાતાવરણની શુદ્ધતા માટે વિશેષ વૃક્ષોને મહત્વ બતાવ્યું છે. અંતતોગત્વા ભૂમિ પર ઉત્પન્ન થનારા વૃક્ષોના આધાર પર ભૂમિની પસંદગી કરવામાં આવે છે. તેવામાં રાજીવ ગાંધીની ૭૫મી જન્મજયંતી નિમિતે વૃક્ષારોપણનું આયોજન કરીને સારો એવો સંદેશો આપવામાં આવ્યો છે.

Share This Article