ભારતમાં કોરોનાનો કહેર મહદઅંશે થયો ઓછો, હાલ 5.70 લાખથી વધુ એક્ટિવ કેસ

admin
1 Min Read

ભારતમાં કોરોના સંક્રમણના કહેરની અસર મહદઅંશે ઓછી થતી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ કુલ સંક્રમિત લોકોની સંખ્યા 81.84 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 1.22 લાખથી વધુ થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 46,964 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.

આ ઉપરાંત કોવિડ-19ના કારણે 470 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 81,84,083 થઈ ગઈ છે. જ્યારે દેશમાં કોરોના સામેની લડતમાં અત્યાર સુધી 74 લાખ 91 હજાર 513 લોકો સાજા પણ થઈ ચુક્યા છે. હાલ ભારતમાં કુલ 5,70,548 એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અત્યાર સુધી ભારતમાં કુલ 1,22,111 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મહત્વનું છે કે, 31 ઓક્ટોબર  સુધીમાં દેશમાં કુલ 10,98,87,303 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી છેલ્લા 24 કલાકમાં 10,91,239 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું.

Share This Article