માસ્ક પહેર્યા વિના જાહેર સ્થળ પર No Entry….

admin
1 Min Read

ભારતમાં વિવિધ ભાગોમાં કોરોનાનું સંક્રમણ હજી પણ યથાવત જોવા મળી રહ્યુ છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવુ ખૂબ જ જરુરી છે. ત્યારે રાજસ્થાનમાં રાજકીય અને સામાજિક કાર્યક્રમોની સાથે સાથે સાર્વજનિક અને ખાનગી વાહનનો ઉપયોગ કરતા સમયે માસ્ક પહેરવું ફજિયાત કરી દેવામાં આવ્યુ છે.

રાજ્ય સરકારે આ માટે એક સુધારો ખરડો રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, રાજસથાન એપિડેમિક ડિસિઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2020 ની કલમ ચારમાં એવી જોગવાઇ ઉમેરવામાં આવી છે કે જાહેર સ્થળોએ મોઢાં અને નાકને ઢાંકી લે તેવાં માસ્ક કે કોઇ આવરણ સિવાય કોઇ વ્યક્તિ કોઇ જાહેર સ્થળે નીકળી શકશે નહીં.

વિશ્વભરમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાંતો માસ્ક પહેરવાની ભલામણ કરી રહ્યા છે. આ સંદર્ભમાં કોઇપણ જાહેર સ્થળે, કોઇપણ જગ્યાએ વધુ સંખ્યામાં લોકો એકઠા થતાં હોય કે પછી પબ્લિક કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટમાં પણ માસ્ક ફરજિયાત બનાવવા નિર્ણય કરાયો છે.

Share This Article