યુરોપના વધુ એક દેશમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓનો હુમલો, 7 લોકોના મોત

admin
1 Min Read

ફ્રાંસ બાદ વધુ એક યુરોપિયન દેશમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં એક યહુદી ઉપાસનાગૃહ સહિત અલગ અગ સ્થળો પર ઈસ્લામિક કટ્ટરપંથી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

આ આતંકી હુમલામાં અત્યાર સુધી હુમલાખોર સહિત સાત લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. વિયેના પોલીસ વિભાગના જણાવ્યા મુજબ આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ હુમલા અંગેની જાણકારી વિયેના પોલીસ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી. જેમાં જણાવાયુ હતું કે, ગત રાત્રીના 8 કલાકે ગોળીબારીની ઘટના સર્જાઈ હતી, જેમાં સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર થયો હતો. સાથે જ ટ્વિટમાં એ પણ જણાવાયું છે કે, ઘણા શંકાસ્પદ લોકો રાયફલ સાથે લેસ જોવા મળ્યા હતા.

https://twitter.com/sanatanimanav/status/1323516453954363392?s=20

મહત્વનું છે કે, ગોળીબારીની આ ઘટના શહેરના 6 અલગ-અલગ સ્થળો પર સર્જાઈ હતી. આ હિચકારી હુમલામાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. જેમાં એક ઓફિસર પણ છે. આ આતંકી ઘટનાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વખોડી નાખી છે.

Share This Article