એશિયાની નંબર 1 બનાસ ડેરીમાં ફરી સત્તા પર શંકર ચૌધરી, વાઈસ ચેરમેન તરીકે….

admin
1 Min Read

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વરણી થઈ છે. જેમાં શંકર ચૌધરી ફરીથી બનાસ ડેરીના ચેરમેન બન્યા છે. શંકર ચૌધરીની ફરીથી ચેરમેન તરીકે વરણી થઈ છે. તો વાઈસ ચેરમેન તરીકે અમીરગઢના ડિરેક્ટર ભાવાભાઈ રબારી ચૂંટાયા છે. આમ, એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પર ફરીથી શંકર ચૌધરી સત્તા પર આવ્યા છે.

બુધવારના રોજ બનાસ ડેરીના નિયામક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં બનાસ ડેરીના ચેરમેન ફરીથી શંકર ચૌધરી બનશે તે નક્કી હતું. પરંતુ વાઇસ ચેરમેન માટે કોનું નામ મૂકાય છે તેના ઉપર સૌની નજર હતી. ત્યારે આખરે તેની જાહેરાત પણ કરવામાં આવી છે અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારી ચૂંટાયા છે.

મહત્વનું છે કે, ચેરમેનની દરખાસ્ત સાંસદ પરબતભાઇ પટેલે મૂકી હતી. જ્યારે વાઈસ ચેરમેન તરીકે દરખાસ્ત અણદાભાઈ પટેલ મૂકી હતી. ઉલ્લેખનીય છે કે, મતદારો અને પશુપાલકોની પસંદગી શંકર ચૌધરી પર જ હતી. ત્યારે આખરે તેઓ સત્તામાં આવ્યા હતા. કેટલાક વિવાદ બાદ બનાસ ડેરીની ચૂંટણી મોકૂફ રાખવાની પિટીશન પણ હાઈકોર્ટમાં થઈ હતી. જોકે માવજી દેસાઈએ કરેલી આ પિટીશન હાઈકોર્ટે ફગાવી હતી.

Share This Article