સિડબીના સ્ટેન્ડઅપ મિત્ર પોર્ટલ ઉપર મંજૂર ઋણની સંખ્યા 96,000થી વધુ થઇ

admin
2 Min Read

ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (સિડબી) દ્વારા નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ સ્ટેન્ડ-અપ ઇન્ડિયાના અગ્રણી રાષ્ટ્રીય મીશન અંતર્ગત સ્થાપિત કરાયેલા સ્ટેન્ડઅપ મિત્ર પોર્ટલથી 30 સપ્ટેમબર, 2020 સુધીમાં રૂ. 21,000 કરોડના 96,000થી વધુ ઋણને મંજૂર કરવામાં આવ્યાં છે. સમાજના સેવા-વંચિત અને અન્ય વંચિત વર્ગના ઉદ્યોગ સાહસિકોને કોઇપણ બેંકની બ્રાન્ચમાં જવાની જરૂરત વગર સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના અંતર્ગત ઋણ માટે પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવા અને નાણાકીય સહાયતા પ્રદાન કરવા માટે આ પોર્ટલને એપ્રિલ 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના સેવાથી વંચિત તથા મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સદસ્યો માટે રાષ્ટ્રીય સ્તરે ઋણની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરતા ગ્રીનફિલ્ડ (નવા) ઉદ્યોગો સ્થાપિત કરવા માટે રૂ. 10 લાખથી રૂ. 1 કરોડ સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરે છે.

ઉભરતાં ઉદ્યોગ સાહસિકો માટેવિવિધ ઋણ અને માર્ગદર્શનની ઉપલબ્ધતા સંબંધિત પાસાઓને સરળ બનાવવા માટે તથા ઉદ્યોગ સાહસિકોને (બેંકોની 1.25 લાખ બ્રાન્ચ દ્વારા) ઋણ માટે અરજી કરવામાં મદદ પ્રદાન કરવું, જેનાથી તેઓ (8000થી વધુ સક્રિય હેન્ડહોલ્ડિંગ એજન્સીઓ દ્વારા) હેન્ડહોલ્ડિંગ સમર્થન અને વિશ્વસનીય જાણકારી પ્રાપ્ત કરી શકે, તે માટે આ પોર્ટલ તેમના માટે હંમેશા ઉપલબ્ધ રહ્યું છે. ભારત સરકાર દ્વારા આ યોજના હવે વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે. સિડબીના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટ શ્રી વી. સત્ય વેંકટ રાવે જણાવ્યું હતું કે, ભારત સરકારની વિવિધ યોજનાઓની ડિજિટલ પહોંચ ઉપર વિશેષ જોર સાથે અમલમાં મૂકીને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ)ની ઇકોસિસ્ટમને મજબૂત કરવાનું કામ સિડબીના મુખ્ય કાર્યો પૈકીનું એક રહ્યું છે.
સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાને બળ આપવા માટે સિડબીએ ડીઆઇસીસીઆઇની સાથે મળીને રાષ્ટ્રવ્યાપી બૃહત અભિયાન એટલેકે સ્વાવલંબન સંકલ્પ શરૂ કર્યો છે. કોવિડ-19 મહામારીને કારણે સમગ્ર ભારતમાં કાર્યક્રમોની એક વેબ શ્રેણી ટૂંક સમયમાં યોજાવા જઇ રહી છે.

Share This Article