ફટાકડાનું હબ ગણાય છે આ તાલુકો….સ્વદેશી ફટાકડાની આ વખતે બોલબાલા….

admin
2 Min Read

કોરોના ઈફેક્ટ આમ તો બધા ધંધાને નડી ચૂકી છે. ફટાકડાના ધંધા પણ હાલ તેમાંથી બાકાત નથી. કોરોનાના કારણે કેટલાક રાજ્યોમાં દિવાળીમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. તો ગુજરાત સરકારે રાહત આપતા 8થી 22 નવેમ્બર સુધી 2 કલાક ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. જોકે, તેમાં આકાશમાં પ્રદૂષણ ફેલાવતી આતશબાજી અને આકાશમાં જઈને ફૂટતા બોમ્બ પર પ્રતિબંધ મુકાયો છે.

જેને લઈ ફટાકડાના વેપારીઓમાં ચિંતા પ્રસરી છે. તેમાંય આ વખતે ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર પણ કરવામાં પણ આવી રહ્યો છે. ત્યારે ફટાકડા વિક્રેતાઓએ તમિલનાડુના મદુરાઇથી કન્યાકુમારી જતા એનએચ-47 પર શિવાકાશી તાલુકામાંથી ફટાકડા મંગાવ્યા છે. સતત ચાલતી ઔદ્યોગિક ગતિવિધિઓના કારણે શિવાકાશી ભારતનું કુટી જાપાન એટલે કે મીની જાપાન કહેવાય છે. શિવાકાશીની સૌથી મોટી ઓળખ ફટાકડા ઉદ્યોગ છે.

દેશના 90 ટકા ફટાકડા અહીં જ બને છે. સુરત જિલ્લાના સહકારી આગેવાનના જણાવ્યા મુજબ, જિલ્લાની સહકારી મંડળીઓએ ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરી ચાલુ વર્ષે સંપૂર્ણ સ્વદેશીની કંપનીઓના ફટાકડા વેચાણનો નિર્ણય કર્યો છે. જેના કારણે તમિલનાડુના શિવાકાશીથી રૂ.100 કરોડના ફટાકડાની ખરીદી કરવામાં આવી છે. સુરત જિલ્લામાં ફેબ્રુઆરીથી મે મહિના સુધી તામિલનાડુની ફટાકડા ફેક્ટરીઓને ઓર્ડર આપી ફટાકડા મંગાવવામાં આવ્યા છે. એક અંદાજ પ્રમાણે શહેરી વિસ્તારના વિક્રેતાઓએ પણ સિઝનમાં અંદાજે રૂ.100 કરોડના ફટાકડાનો સ્ટોક કરતાં હોઈ છે. ત્યારે આ વખતે કોરોનાની સાથે સરકારની ગાઈડલાઈનના કારણે વેપારને અસર છે.

Share This Article