ગુજરાત પેટાચૂંટણી : પાંચ પક્ષ પલટુઓએ ભાજપને કરાવ્યો ફાયદો

admin
1 Min Read

ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે. જોકે રસપ્રદ વાત એ રહી કે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા પાંચેય પક્ષ પલટુ ઉમેદવારની જીત થઈ છે. એટલુ જ નહીં આ જીત 2017માં કોંગ્રેસની ટિકિટ પરથી મેળવેલી લીડ કરતા ઘણી વધારે છે. જેમાં સૌથી મોટી જીત કપરાડા બેઠક પરથી જીતુભાઈ ચૌધરીએ નોંધાવી છે.

ગત ચૂંટણીમાં તેમની ફક્ત 170 વોટથી જીત થઈ હતી. આ વખતે તેમણે 46 હજાર કરતા વધારે મતથી જીત મેળવી છે. મોરબીની વાત કરવામાં આવી તે અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ 4,600 વોટથી જીત મેળવી છે. કોંગ્રેસની ટિકિટ પર તેમણે 3,419 મતથી જીત મેળવી હતી.

જ્યારે કરજણ બેઠક પર અક્ષય પટેલે 2017માં 3564 મતથી જીત મેળવી હતી. જ્યારે આ વખતે 16409 મતથી જીત મેળવી છે. તો અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ વખતે 36778 મતથી જીત મેળવી છે. આમ કુલ પાંચ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તમામ ઉમેદવારોએ ભાજપને ફાયદો કરાવ્યો છે અને જનતામાં પોતાની પકડ પણ કાયમ રાખી છે.

Share This Article