દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે આ બાબતનું રાખજો ખાસ ધ્યાન…..

admin
1 Min Read

કોરોના પછી મંદીના બૂમ વચ્ચે માર્કેટમાં દિવાળીની ખરીદી જોવા મળી રહી છે. ફટાકડા બજાર હવેના છેલ્લા દિવસોમાં તેજી પકડશે તેવું અનુમાન છે. ખાસ કરીને બાળકો માટે જરૂરી ફટાકડાની ખરીદી તો થશે જ. પણ, આ દિવાળી અગાઉની દિવાળી કરતાં અલગ હોવાનું કારણ કોરોના છે.

કોરોનાના કારણે લોકો સેનેટાઈઝરનો વિશેષ ઉપયોગ કરતાં થયાં છે પણ ફટાકડા ફોડતી વખતે સેનેટાઈઝર જોખમી પૂરવાર થઈ શકે છે. નિષ્ણાતોએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, સેનેટાઈઝર કોરોનાથી બચાવે પણ દિવા કે ફટાકડાથી દઝાડે નહીં તે ધ્યાન રાખજો. ખાસ કરીને બાળકોની વિશેષ સંભાળ જરૂરી છે.

મહત્વનું છે કે, કોરોના સામે તકેદારી માટે ઉપયોગમાં લેવાતા સેનેટાઈઝરમાં 70થી 90 ટકા આલ્કોહોલ હોય છે. હાથમાં લગાવવામાં આવતું સેનેટાઈઝર ઘણી મિનિટો સુધી હાથ પર રહે છે. આલ્કોહોલ એવું દાહક છે કે અગ્નિના થોડા જ સંસર્ગથી સળગી ઉઠે છે. આવા સંજોગોમાં સેનેટાઈઝર લગાવ્યાં પછી આલ્કોહોલની અસર હાથ ઉપર લાંબો સમય સુધી રહે છે. જેથી દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સેનેટાઈઝર જોખમી પૂરવાર થઈ શકે છે.

Share This Article