ટ્રમ્પ બતાવશે પોતાની તાકાત : સત્તા મેળવવા તખ્તાપલટની તૈયારી કરી રહ્યા છે ટ્રમ્પ

admin
1 Min Read

અમેરિકાની ચૂંટણીમાં જો બાઇડને ભલે જીત મેળવી લીધો હોય પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી એવું લાગી રહ્યું છે. તેઓ હજુ પણ એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે અમેરિકાની ચૂંટણીમાં ગેરરીતિ કરવામાં આવી છે. હારથી ઉશ્કેરાયેલા ટ્રમ્પે સોશિયલ મીડીયા ઉપર પણ અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા અને જો બાઇડનની જીત પર સવાલ ઊભા કર્યા છે.

આ દરમિયાન એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે ટ્રમ્પ અમેરિકાની સત્તા પર કબ્જો કરવાની તૈયારી કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ જ કારણ છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તરફથી રક્ષા વિભાગમાં મોટાપાયે ફેરફાર કરી રહ્યું છે. અહેવાલ છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પેન્ટાગનના સૌથી વરિષ્ઠ અધિકારીઓને હટાવવાનું શરૂ કરી દીધું છે અને તેમના સ્થાને ટ્રમ્પના વફાદારોને સ્થાન આપવામાં આવી રહ્યું છે.

આ અધિકારીઓને હટાવતાં પહેલા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરને તેમના પદથી હટાવી દીધા હતા. પેન્ટાગનમાં જે રીતે પરિવર્તન થઈ રહ્યા છે તેનાથી સૈન્ય અને અસૈન્ય અધિકારીઓમાં ચિંતા વધી છે. એસ્પર ઉપરાંત વરિષ્ઠ સેન્યના 4 અધિકારીઓની હકાલપટ્ટી કરી છે. આ દરમિયાન અમેરિકાના હાલના વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું કે સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન પોતાનો બીજો કાર્યકાળ જલ્દી શરુ કરશે.

Share This Article