વધુ એક બોલીવુડ અભિનેતાનો આપઘાત, ગુજરાતી ફિલ્મમાં પણ કર્યુ હતુ કામ

admin
1 Min Read

બોલીવુડ જગત માટે આ વર્ષ જાણો વધુ આઘાતજનક હોય તેમ એક બાદ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઈરફાન ખાન, રીષી કપુર, સુશાંતસિંહ રાજપૂત જેવા અભિનેતાના મોતના અહેવાલ બાદ વધુ એક જાણીતા ફિલ્મ કલાકારના મોતના સમાચાર સામે આવ્યા છે.

જાણીતા ફિલ્મ અભિનેતા આસિફ બસરાએ આત્મહત્યા કરી પોતાનુ જીવન ટૂંકાવ્યું છે. ધર્મશાળાની એક પ્રાઈવેટ કોમ્પલેક્સમાં તેમનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવના પગલે સમગ્ર ફિલ્મજગતમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ડિપ્રેશનના કારણે આશિફ બસરાએ આ પગલુ ભર્યુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આસિફ બસરા UKની એક મહિલા મિત્ર સાથે લિવ ઇનમાં ધર્મશાલાના મેક્લોડગંજમાં રહેતા હતા.

ગુરુવારે બપોરે તેઓ પોતાના પાલતું શ્વાનને બહાર ફેરવવા માટે નીકળ્યા હતા. જે બાદમાં ઘરે પરત ફરીને તેમણે શ્વાનની દોરી વડે જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી તપાસ હાથ ધરી છે. આસિફ બસરાએ ઘણી હિન્દી ફિલ્મમાં પોતાનો શાનદાર અભિનય આપ્યો હતો. બસરાએ કાઈપો છે, જબ વી મીટ, એક વિલન, ક્રિશ-3 જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. આ ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુમાં પણ દમદાર રોલ નિભાવ્યો હતો. આસિફ બસરાના મોતના અહેવાલના પગલે તેમના હજારો પ્રશંસકોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.

Share This Article