જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય દરજ્જો, આયુર્વેદિક રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ

admin
1 Min Read

તહેવારો પર પીએમ મોદીની ગુજરાતને વધુ એક ભેટ આપવામાં આવી છે. ધનતેરસના શુભ પ્રસંગે પીએમ મોદીએ જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે. પીએમ મોદીના હસ્તે આયુર્વેદિક રિસર્ચ સેન્ટરનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ હવે જામનગરના આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર, શિક્ષણને વેગ મળશે.

પીએમ મોદીના હસ્તે ઇન્સટીટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ એટલે કે ઇત્ર નામની સંસ્થાનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે.. દેશની પ્રથમ ઇન્સ્ટિીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા શરૂ થવાથી આયુર્વેદમાં ઔષધ નિર્માણ અને કૌશલ્ય પ્રાપ્ત તજજ્ઞ તૈયાર કરવામાં સરળતા રહશે. સીએમ રૂપાણીએ આ અવસરે પીએમ મોદીનો આભાર વ્યકત કર્યો હતો. નોંધનીય છે કે આર્યુવેદને ઉચ્ચ કક્ષાએ નવો વેગ મળશે.

આ પ્રસંગે જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, ITRA જામનગર અને નેશનલ આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ અને અનુસંધાન સંસ્થા છે. આયુષ મંત્રાલય 2016થી દર વર્ષે ધન્વન્તરી જયંતી એટલે કે ધનતેરસના અવસર પર આયુર્વેદ દિવસ ઉજવે છે. ત્યારે આ વર્ષે 13 નવેમ્બરે ધનતેરસના પ્રસંગે 5મા આયુર્વેદ દિવસને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવવામા આવી રહ્યો છે.

Share This Article