જય હનુમાન દાદા : સાળંગપુર કષ્ટભંજન દેવને સોનાના વાઘાથી મઢાયા…જુઓ અદ્ભૂત તસવીર

admin
1 Min Read

દેશભરમાં દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે કોરોનાના વધતા કહેરને કારણે અનેક જગ્યાએ લોકડાઉન આપવામાં આવ્યું હતું. તેમજ અનેક મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે મોટાભાગના મંદિરો ભક્તો માટે ખુલી ગયા છે. હાલ દિવાળી પર્વનો પ્રારંભ થયો છે.

ત્યારે દિવાળીના તહેવારને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે હનુમાન દાદાને 8 કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. 6.50 કરોડ ના ખર્ચે બનેલા સુવર્ણ વસ્ત્રોની મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી.

પાલખી યાત્રાના સુવર્ણ વાઘાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોનાના વસ્ત્રો હનુમાન દાદાને અર્પણ કરાયા હતા. આ પ્રસેં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ સહિતના અન્ય સંતો હાજર રહ્યા હતા. આ વાઘામાં રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણો અને એન્ટિક વર્કનો પણ સમન્વય જોવા મળે છે. વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર થતાં 1 વર્ષનો સમય લાગ્યો છે. 22 જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી 100 જેટલા સોનીએ કામ કર્યું છે અને તૈયાર થવામાં આશરે 1050 કલાક જેટલો સમય લાગ્યો છે.

Share This Article