ફરી એકવાર CMની ખુરશી પર નીતિશ કુમાર, કાલે લઈ શકે છે શપથ

admin
1 Min Read

બિહારમાં નવી સરકારની રચનાને લઈને તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે. જે અંતર્ગત મુખ્યમંત્રીની ખુરશી ફરી એકવાર નીતિશ કુમારના હાથમાં જ રહેશે. બિહારની રાજધાની પટનામાં રવિવારે સીએમ નિવાસમાં જેડીયૂ ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં નીતીશ કુમારને ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમિતીથી પસંદ કરવામાં આવ્યા છે.

જ્યારે ઉપમુખ્યમંત્રી તરીકે ફરી એકવાર બિહાર ભાજપના જુના જોગી સુશીલ કુમાર મોદીને પસંદ કરાયા છેમાનવામાં આવી રહ્યુ છે કે બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર આવતીકાલે એટલે કે સોમવારે શપથ ગ્રહણ કરશે. નીતિશ કુમારના નામની ભાજપના દિગ્ગજ નેતા અને રક્ષા મંત્રી રાજનાથસિંહે જાહેરાત કરી હતી.

એનડીએની બેઠકમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ભૂપેન્દ્ર યાદવસહિતના અનેક વરિષ્ઠ નેતાઓ જોડાયા હતાં. આ અગાઉ ભાજપના ધારાભ્યોની બેઠક યોજાવવાની હતી પરંતુ રાજનાથ સિંહની હાજરી અશક્ય હોવાથી બેઠક ટાળવામાં આવી હતી. મહત્વનું છે કે નીતિશ કુમારે શુક્રવારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજ્યપાલે બિહાર વિધાનસભા પણ ભંગ કરી દીધી હતી. આ સાથે જ બિહારમાં નવી સરકારની રચનાની બંધારણીય પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને આવતીકાલે બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર શપથ ગ્રહણ કરી શકે છે.

Share This Article