બર્થ ડે પાર્ટીમાં, સામાજિક પ્રસંગમાં કે પછી શોખ માટે હવામાં ફાયરિંગ કરવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં ફાયરિંગના ત્રણ વીડિયો અને હાથમાં પિસ્તોલ જેવું હથિયાર લઈ રોફ જમાવતા યુવાનનો વીડિયો એમ કુલ ચાર વીડિયો વાયરલ થયા છે.
ત્યારે અમદાવાદમાં હવામાં ફાયરિંગ કરતાં યુવાનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ગેરકાયદેસર હથિયાર અને લાયસન્સવાળા હથિયારથી મોજશોખ તેમજ રોફ જમાવવા માટે હવામાં ફાયરિંગ કરવાના વીડિયો સામે આવી રહ્યાં છે, ત્યારે આજે વધુ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં એક યુવક પિસ્તોલ જેવા હથિયારથી હવામાં ફાયરિંગ કરે છે.
https://twitter.com/TheSquirrelin/status/1329310607141527555?s=20
વાઇરલ વીડિયોમાં દેખાતો શખ્સ વટવા વિસ્તારનો ભાજપનો કાર્યકર ગોપાલ મહેરિયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે આ બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ મામલે પોલીસ હજી અંધારામાં વટવા પોલીસ આ બાબતે હજી સુધી કોઈ જાણકારી મેળવી શકી નથી.