અમદાવાદમાં કર્ફ્યૂ હવે ગુજરાતમાં ફરી લોકડાઉન આવશે કે નહીં ? મુખ્યમંત્રીએ શું કહ્યું….

admin
1 Min Read

અમદાવાદ, સુરત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદમાં વધતા જતા કેસને લઈ રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે મોટો નિર્ણય લેતા અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવાર 6 વાગ્યા સુધી કરફ્યૂ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે, 60 કલાક સુધી કરફ્યૂ રહેશે. શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધની જાહેરાત કરી છે. જોકે, આવશ્યક સેવા ચાલુ રહેશે, અને દૂધ તથા દવાની દુકાનો ખુલ્લી રહેશે.

સાથે આગામી સુચના ના મળે ત્યાં સુધી આ નિર્ણય લાગુ રહેશે.દરમિયાન સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લાગે તેવી ચર્ચાઓએ જોર પકડતા આ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યુ છે. અંબાજી મંદિરે માતાજીના દર્શન કરવા પહોંચેલ મુખ્યમંત્રીએ આ અંગે નિવેદન આપ્યુ હતું.

તેમણે જણાવ્યું કે, ‘લોકો ડરનો માહોલ ન રાખે રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા માત્ર અમદાવાદ શહેરમાં 60 કલાકનો કર્ફ્યૂ લગાડવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લગાડવાની વાત અફવા છે. સાથે જ તેમણે જણાવ્યું કે, લોકો કોરોના સામે સાવચેતી રાખે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને વારંવાર સાબુથી હાથ ધોવે. સરકારે તકેદારીના ભાગરૂપે વ્યવસ્થાઓ કરી છે. નાગરિકો અફવાથી દૂર રહે.’

Share This Article