WHOમાં સામેલ થવાને લઈ બાઇડનનું મહત્વનું નિવેદન

admin
1 Min Read

અમેરિકાની ચૂંટણીમાં વિજયી થયેલા પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બાઇડનએ જાહેરાત કરી દીધી છે કે તેમના 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ અમેરિકા ફરીથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)માં સામેલ થઈ જશે. બાઇડને કહ્યું કે અમે એ ચોક્કસપણે સુનિશ્ચિત કરીશું કે ચીન પોતાની હદમાં રહે પરંતુ કોરોના સંક્રમણથી લડવા માટે અમે WHOને સાથ આપવા તૈયાર છીએ.

ચીન સાથે સંકળાયેલા એક સવાલના જવાબમાં બાઇડને એવું પણ કહ્યું કે તેમને મનફાવે તેવું કામ નહીં કરવા દેવામાં આવે અને જરૂર ઊભી થશે તો કઠોર પગલાં ભરવામાં આવશે. તો બાઇડને કહ્યું કે તેઓ ચીનને સજા આપવા નથી માંગતા પરંતુ તેમણે સમજવું જોઈએ કે બીજા દેશોની જેમ નિયમ-કાયદાનું પાલન કરવું જ જોઈએ નહીં તો પરિણામ ખરાબ આવશે. મહત્વનું છે કે ગત એપ્રિલ મહિનામાં વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ નારાજ થઈને WHOથી છેડો ફાડી નાખ્યો હતો અને ફંડિંગ પણ બંધ કરી દીધું હતું. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે WHO ખુલ્લેઆમ ચીનનના પક્ષમાં કામ કરી રહ્યું છે.

Share This Article