જાણો યોગ ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરનાર ચરોતરની “ગોલ્ડન ગર્લ” વિશે….

admin
3 Min Read

વીઓ – યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો જોડ અને બીજો સમાધિ. જ્યાં સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ નજીક પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ અને ધર્મ, આસ્થા, તેમજ અંધવિશ્વાસથી ઉપર એક પ્રાયોગિક વિજ્ઞાન છે. ભારતમાં યોગને આશરે 5,000 હજાર વર્ષ જૂની માનસિક, ભૌતિક અને આધ્યાત્મિક પ્રણાલી તરીકે જોવામાં આવે છે.

યોગની ઉત્પત્તિ પ્રાચીન સમયમાં ભારતમાં થઈ હતી. જ્યારે લોકો તેમના શરીર અને મનમાં પરિવર્તન માટે ધ્યાન કરતા હતા. સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય વિધાનસભામાં યોગની વિશેષ તારીખ અને યોગ દિવસની ઉજવણી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. હાલ ભારતના વિવિધ ભાગોમાં યુવાધન યોગને વધુમાં વધુ પોતાની જીવનશૈલીમાં લાવી રહ્યા છે. ત્યારે આજે આપણે વાત કરીશું યોગ ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરનાર આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાની રહેવાસી જલ્પા કાછીયાની.

જલ્પાના પિતા નથી, જ્યારે તેમની માતા ગૃહિણી છે. તેમ છતાં તેમણે દ્રઢ મનોબળ સાથે યોગ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. તો તેમની બહેન જીમીષા પણ યોગ ક્ષેત્રમાં યોગદાન આપી રહી છે. ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી જલ્પા કાછીયાએ વર્ષ 2005માં યોગા કરવાની શરુઆત કરી.

યોગ ક્ષેત્રે પોતાની રુચિ હોવાના કારણે તેમણે 2009માં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દિલ્હી ખાતે ભાગ લીધો. બાદમાં 2012માં પોર્ટુગલમાં પહેલી ચેરીટી ઈવેન્ટમાં ભાગ લીધો. ત્યારબાદ તેમણે એક બાદ એક નવા આયામો સર કરવાની શરુઆત કરી. વર્ષ 2014માં તેમણે તાઈવાન ઈન્ટરનેશનલ ચેમ્પિયનમાં ભાગ લીધો.

આણંદ જિલ્લામાં નહી પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોગાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને 19 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલ મેળવનાર ચરોતરની ગોલ્ડન ગર્લ કહેવાતી જલ્પા કાછીયા હાલમાં આણંદના કરમસદ ખાતે વૃદ્ધાશ્રમમાં નિ:શુલ્ક યોગ શીખવી રહી છે.

જલ્પા કાછીયાએ વિશ્વ યોગ દિવસ 2020ના દિવસે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલના ઘરે જઈ તેમના પરિવારના સભ્યોને યોગની ટ્રેનિંગ આપી હતી. આ ઉપરાંત આણંદના 3 તાલુકાના પોલીસ ઓફિસર, તેમજ પોલીસ સ્ટાફને વર્ષ 2013માં પેટલાદ ખાતે યોગની ટ્રેનિંગ આપી હતી.

યોગ ક્ષેત્રે જલ્પા કાછીયાએ હાંસલ કરેલી સિદ્ધિ

વર્ષ 2009માં પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દિલ્હી ખાતે ભાગ લીધો

વર્ષ 2010થી શરુ થયેલ ખેલમહાકુંભમાં યોગ ક્ષેત્રે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

2012માં પ્રથમ વખત યુરોપની ઈવેન્ટમાં ભાગ લીધો

2014માં તાઈવાન ઈન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ભાગ લીધો

2015માં થાઈલેન્ડમાં એશિયન ચેમ્પિયનશીપમાં 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

2017માં ફ્રાંસમાં, 2018માં દુબઈમાં યોગ ક્ષેત્રે પોતાની કલા પ્રદર્શિત કરી મેડલ મેળવ્યા

આ ઉપરાંત 2017માં સતત પાંચ કલાક સુધી એક જ જગ્યાએ સતત 5 કલાક ભુમાસનમાં રહી ઈન્ડિયા બુક રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ

Share This Article