વડોદરાના શુસેન ચાર રસ્તા પાસે એસઆરપી જવાનની દાદાગીરી સામે આવી છે. એક રીક્ષા ચાલકને પોલીસ જવાને જાહેરમાં ઢોર માર મારતો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એસઆરપી જવાન જાહેરમાં રીક્ષાચાલકને માર મારી રહ્યો છે. વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલા સુસેન સર્કલ પાસે ખાખી વર્દીના નશામાં કાર ચાલક એસ.આર.પી. જવાને ઓટો રિક્ષા ચાલકને માર મારતો વીડિયો વાયરલ થયો છે. ઓટો રિક્ષા પાછળ કાર અથડાતા કાર ચાલકે ઓટો રિક્ષા ચાલકને જાહેરમાં માર માર્યો હતો. જેથી સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથકમાં મામલો પહોંચ્યો હતો. તરસાલી સુરેન ચાર રસ્તા પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારમાં સવાર એસઆરપીના જવાને રીક્ષા ચાલકને જાહેરમાં ઢોર માર મારતા મામલો બીચક્યો હતો. આ મામલાને લઈને રીક્ષા ચાલકે પ્રવીણ પરમારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, મકરપુરા પોલીસે ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ રીક્ષા ચાલક કરી રહ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -