કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની વિદાય, પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા પટેલ

admin
2 Min Read

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. તેઓની કોરોનાને લઇને છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. ત્યારે અહેમદ પટેલની રાજકીય સફરની વાત કરીએ તો ઇંદિરા ગાંધીથી લઇને સોનિયા સુધી ગાંધી પરિવારના એક મહત્વપૂર્પણ અને ભરોસાપાત્ર રહ્યાં.

કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીઓથી લઈને ઔદ્યોગિક વર્તુળોમાં તેમના દોસ્ત અને દુશ્મન મુખ્ય રીતે આજ કારણથી બન્યા હતા. 71 વર્ષીય અહેમદ પટેલ ભારતીય સંસદમાં ગુજરાતનું 8 વાર પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા. ત્રણ વાર તેઓ લોકસભા (1977થી 1989) અને પાંચ વાર રાજ્યસભામાં ચૂંટાઈને પહોંચ્યા છે.

ગુજરાતથી તેઓ હાલ એકમાત્ર મુસ્લિમ સાંસદ હતા. અહેમદ પટેલ 1977માં 26 વર્ષની ઉંમરમાં ગુજરાતના ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને ત્યારે સૌથી યુવા સાંસદ બન્યા હતા. ત્યારે દેશમાં ઇમરજન્સીની વિરુદ્ધ આક્રોશ સાથે જનતા પાર્ટીની લહેર ચાલી રહી હતી. એવામાં તેમનું જીતવું ઈન્દિરા ગાંધી સહિત તમામ રાજકીય પંડિતો માટે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના હતી. તેઓ 1993થી રાજ્યસભા સભ્ય હતા. અહેમદ પટેલને 10 જનપથના ચાણક્ય કહેવાતા હતા.

તેઓ કોંગ્રેસ પરિવારમાં ગાંધી પરિવારના સૌથી નજીકના અને ગાંધી બાદ ‘નંબર 2’ માનવામાં આવતા હતા. ઘણા તાકતવર અસરવાળા અહેમદ પટેલ પોતાને લો-પ્રોફાઇલ રાખતા હતા, સાઇલેંટ અને દરેક વ્યક્તિ માટે સીક્રેટિવ હતા. ગાંધી પરિવાર સિવાય કોઇને ખબર રહેતી નહોતી કે તેઓ શું વિચારી રહ્યાં હતા. અહેમદ પટેલને 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં UPAની જીત માટેના અગત્યના રણનીતિકાર માનવામાં આવે છે. કૉંગ્રેસ અને UPAની અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હોવાના કારણે તેઓ મનમોહન સરકારના અનેક અગત્યના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા નિભાવતા હતા. રાજકીય રણનીતિના માસ્ટર માઇન્ડ પટેલ મુદ્દો બનાવીને તેને ઉછાળવાના મહારથી માનવામાં આવતા હતા. ત્યારે તેમની વિદાયથી ગાંધી પરિવારને કદી પુરાય ન તેવી ખોટ પડી છે.

Share This Article