ન્યુઝિલેન્ડમાં ભારતીય મૂળના સાંસદે સંસ્કૃત ભાષામાં લીધા શપથ, ભારતને અપાવ્યું ગૌરવ

admin
1 Min Read

ન્યુઝિલેન્ડમાં નવા ચૂંટાઈને આવેલા ભારતીય મૂળના સાંસદ ડો.ગૌરવ શર્માએ વેલિંગ્ટન સ્થિત સંસદ ભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે મૌરી ભાષા ઉપરાંત સંસ્કૃતમાં શપથ લીધા હતા.

સંસ્કૃતમાં શપથ લઈને તેમણે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવવાનું કામ કર્યુ છે. કારણકે તેઓ વિશ્વમાં પ્રથમ એવા સાંસદ છે જેમણે સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા છે. શપથ સમારોહ બાદ ડોક્ટર ગૌરવ શર્મા વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

આપને જણાવી દઈએ કે, ડો.ગૌરવ શર્માનો જન્મ 1 જુલાઈ 1987ના રોજ ગિરધર શર્મા અને પૂર્ણિમા શર્માના પુત્ર ગૌરવ શર્મા મૂળ હિમાચલપ્રદેશના હમીરપુર જિલ્લાના રહેવાસી છે. ન્યુઝિલેન્ડમાં ઓક્ટોબરમાં થયેલ ચુંટણીમાં તેઓ સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા. ડોક્ટર ગૌરવે ન્યુઝિલેન્ડના હેમિલ્ટન સીટ પર લેબર પાર્ટીની ટીકીથી પોતાની જીત મેળવી હતી. શર્માને 15873 વોટ મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધીને 11487 વોટ મળ્યા હતા.

Share This Article