28મીએ પીએમ ગુજરાત આવીને વેક્સિનને લઈ કરી શકે છે જાહેરાત

admin
1 Min Read

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. આવી સ્થિતિમાં દેશમાં વેક્સિન પર પણ ઝડપથી કામ થઈ રહ્યુ છે. જેમાં ગુજરાતમાં ઝાયડસ કેડીલા કંપની દ્વારા પણ વેક્સિન નિર્માણનું કામ થઈ રહ્યુ છે. આ વેક્સિનના કામનું નિરીક્ષણ કરવા પીએમ મોદી ઝાયડસ પ્લાન્ટની મુલાકાતે લઈ શકે છે.

મળતી માહિતી મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવવાના છે. પીએમ મોદી 28 નવેમ્બરે ગુજરાત આવશે. આ દરમિયાન પીએમ મોદી વેક્સીન અંગે ગુજરાતથી મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ઝાયડસ પ્લાન્ટની મુલાકાત લઈ શકે છે અને ઝાયડસ કેડિલા વેક્સીનનું નિરીક્ષણ કરશે. અહીં કંપની ઝાયકોવ ડી વેક્સીનનું નિર્માણ થઈ રહ્યું છે.

માનવામાં આવી રહ્યુ છે કે ઝાયડસ કેડીલા કંપનીને વેક્સીન બનાવવામાં સફળતા મળી ગઈ છે. જોકે હાલ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. તો બીજીબાજુ સુત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો (SII)પ્રવાસ કરશે. જોકે તેમનો વિસ્તૃત કાર્યક્રમ હજુ મળ્યો નથી. રાવે કહ્યું કે પ્રધાનમંત્રીના પૂણે આવવાની સંભાવના છે જો આમ થશે તો તેમનો ઉદ્દેશ્ય કોરોના વાયરસ સંક્રમણના વેક્સીન નિર્માતાની સ્થિતિ, ઉત્પાદન અને વિતરણના તંત્રની સમીક્ષા હશે.

Share This Article