સેક્રેડ ગેમ્સ-2ની થઈ રહી છે ખૂબ ટીકા

admin
2 Min Read

નેટફ્લિક્સે 15 ઓગસ્ટે સેક્રેડ ગેમ્સ 2 રિલીઝ કરી હતી. બીજી સિઝનની ખૂબ જ ટીકા થઈ છે, પરંતુ આ ઉપરાંત નેટફ્લિક્સે એવી ભૂલ કરી નાખી, જેના કારણે કંપનીએ યુએઈના એક વ્યક્તિની માફી માગવી પડી છે.સેક્રેડ ગેમ્સ 2 રિલીઝ થયા બાદ શારજાહમાં રહેતા એક ભારતીય વ્યક્તિને સતત ફોન આવવા લાગ્યા હતા. કૉલ કરનાર લોકો તેને ઈસા વિશે પૂછી રહ્યા હતા, જે સેક્રેડ ગેમ્સનું એક પાત્ર છે. આ સિરીઝમાં અંડરવર્લ્ડ ડોન ઈસાનો જે નંબર બતાવાયો છે, તે સંજોગોવશાત યુએઈમાં રહેતા આ વ્યક્તિનો છે. સિરીઝમાં જેવો આ નંબર દર્શાવાયો કે લોકો તેના પર ફોન કરવા લાગ્યા. આ વ્યક્તિનું નામ કુન્હદુલ્લા છે, જે મૂળ કેરળનો છે. ભૂલથી નેટફ્લિક્સે આ નંબર સબ ટાઈટલ્સમાં પણ દર્શાવ્યો હતો, જેને કારણે કુન્હદુલ્લા મુશ્કેલીમાં મુકાઈ ગયો. કુન્હદુલ્લાએ પોતાની મુશ્કેલી જણાવતા કહ્યું કે તેને ભારત, નેપાળ, પાકિસ્તાન અને યુએઈથી ફોન આવી રહ્યા છે, ફોન કરનાર લોકો તેને ઈસા વિશે પૂછી રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ નેટફ્લિક્સે માફી માગી છે. મીડિયા હાઉસને આપેલા સત્તાવાર નિવેદનમાં નેટફ્લિક્સે કહ્યું કે આ બાબતની જાણ થતાં જ તાત્કાલિક નંબર હટાવી દેવાયો છે.સેક્રેડ ગેમ્સની આ સિઝનમાં નવાઝુદ્દિન સિદ્દિકી, સૈફ અલી ખાન, પંકજ ત્રિવાઠી, સુરવીન ચાવલા, સમીર કોચર, આમિર બસી અને એલનાઝ નૌરોજી લીડ રોલમાં છે. સેક્રેડ ગેમ્સ ભારતમાં રિલીઝ થનારી પહેલી ઓરિજિનલ સિરીઝ છે

Share This Article