રોટરી અને રોટરેકટ કલ્બ ઓફ અમદાવાદ ગ્રેટરની અનોખી સેવાકીય પ્રવૃત્તિ

admin
1 Min Read

આપણે સૌ તો આપણાં પરિવાર સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી એક બીજાને મોહ મીઠું કરાવીને કરતાજ હોઈએ છીએ સાથે જ હાલની કોરોના વાઈરસ રૂપી મહામારીમાં પણ ખૂબ જ કાળજી લઈ રહ્યાં છીએ પરંતુ જે લોકો રોડ ઉપર કે સ્લમ વિસ્તારમાં રહે છે તેનું શું ? તેઓ તો માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.

ત્યારે આવા પરિવારો દિવાળી અને નવા વર્ષની એક બીજાને મોંહ મીઠું કરાવીને ઉજવણી કરી શકે અને કોરોના રૂપી મહામારીથી બચીને એકબીજાને ખુશી આપી શકે તે માટે રોટરી અને રોટરેક્ટ કલ્બ ઓફ અમદાવાદ ગ્રેટર દ્વારા “દિલ સે દિવાલી”ની થીમ પર સલ્મ વિસ્તાર અને ગરીબો સાથે મનાવવામાં આવી હતી. સાથો સાથ આ દિવસે બાળ દિવસ હોઈ તેની પણ સ્લમ વિસ્તારનાં બાળકો સાથે ઉજવણી કરી હતી.

જેમાં રોટરેક્ટ ક્લબના સભ્યો દ્વારા સીટીનાં વાડજ, ન્યુ રાણીપ અને ઘાટલોડિયાના સ્લમ વિસ્તારનાં ૯૦ ઘરોમાં સોનપાપડી, દિવા, માસ્ક, સેનેટાઝરની બોટલ, જયારે બાળકોને ચોકલેટ અને કેકનું વિતરણ કર્યુ હતું.

સાથે સાથે સ્લમ વિસ્તારમાં કોરોનાથી બચવા કેવી કેવી તકેદારી રાખવી જોઈએ તે અંગે પણ જણાવવામાં આવ્યું હતું.

રોટરી અને રોટરેકટ કલ્બ ઓફ અમદાવાદ ગરરેટર દ્વારા યોજાયેલ “દિલ સે દિવાલી” કાર્યક્રમમાં ક્લબ ના સભ્યો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

TAGGED:
Share This Article