Paisabazaar Stack સાથે Paisabazaar.com ધિરાણમાં પરિવર્તન લાવ્યું

admin
2 Min Read

ભારતના ક્રેડિટ પ્રોડક્ટ્સ માટેના સૌથી મોટા ડિજિટલ માર્કેટપ્લેસ Paisabazaar.com એ માઇક્રોસોફ્ટ એઝ્યોર ટેક્નોલોજીસ અને એઝ્યોર એઆઇનો ઉપયોગ કરીને ડિજિટલ લેન્ડિંગ સોલ્યુશન ‘Paisabazaar Stack’ વિકસાવ્યું છે, જેથી લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવાને અસરકારક બનાવી શકાય. એઝ્યોર પ્લેટફોર્મ ઉપર નિર્મિત સ્ટેક પૈસાબઝારની પાર્ટનર બેંક અને એનબીએફસી સાથે એકીકૃત છે, જેનાથી ગ્રાહકો એન્ડ-ટુ-એન્ડ પ્રેઝન્સ-લેસ અને કોન્ટેક્ટલેસ પ્રક્રિયા દ્વારા ઋણ પ્રોડક્ટ્સ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનશે.

વધુમાં ગ્રાહકોને સુરક્ષિત રહેવામાં મદદરૂપ બનવા સ્ટેક બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશન્સ (એનબીએફસી)ને પ્રેઝન્સ-લેસ, સંપૂર્ણ ડિજિટલ પ્રકારે અગાઉના 3થી7 દિવસની જગ્યાએ 3થી5 કલાકમાં અનસિક્યોર્ડ લોનનું વિતરણ કરવા માટે સક્ષમ બનાવી રહ્યું છે.

Paisabazaar.com તેના પ્લેટફોર્મ ઉપર 130થી વધુ પાર્ટનર્સ સાથે ઋણ પ્રોડક્ટ્સ ઉપર કામ કરે છે અને દર મહિને 1200થી વધુ શહેરો અને નગરોમાંથી ક્રેડિટ સંબંધિત પૂછપરછને પૂર્ણ કરે છે. પરંપરાગત રીતે લોન અરજીમાં ફોર્મ ભરવા, સહાયક દસ્તાવેજો એકત્ર કરવા અને ઓળખની ચકાસણી માટે અરજદાર અને બેંકપ્રતિનિધિ વચ્ચે વ્યક્તિગત મુલાકાતની આવશ્યકતા રહે છે. ત્યારબાદ લોન મંજૂર અથવા નકારતાં પહેલાં બેંક અધિકારી દ્વારા વ્યક્તિગત ચકાસણી થાય છે, જ્યાર બાદઆખરે વ્યક્તિગત હાજરીમાં કરાર ઉપર હસ્તાક્ષર થાય છે. કોવિડ-19 દરમિયાન લોકડાઉનમાં આ પગલાં અને પ્રક્રિયાઓમાં અવરોધ પેદા થયો હતો. ડિજિટલ સ્ટેકના લોન્ચ સાથે આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ કરવામાં આવી છે તથા લોન વિતરણ માટેનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે.

Share This Article