કોરોના ટેસ્ટ મામલે કેન્દ્ર સરકારે જ ગુજરાત સરકારની ખોલી પોલ, આંકડા ચોંકાવનારા

admin
1 Min Read

કોરોના ટેસ્ટની કામગીરીમાં કેંદ્ર સરકારે ગુજરાતની પોલ ખોલી છે. પ્રતિ દસ લાખની વસતીએ દેશમાં થયેલા સરેરાશ ટેસ્ટની સરખામણીએ સૌથી વધુ ટેસ્ટ કરનાર 23 રાજ્યોમાં ગુજરાત છેલ્લાથી બીજા ક્રમે છે. દિલ્લી ત્રણ લાખ 30 હજાર 201 ટેસ્ટ સાથે દેશમાં પ્રથમ છે.

જ્યારે ગુજરાતમાં 10 લાખની વસતીએ માત્ર એક લાખ ચાર હજાર 138 ટેસ્ટ થતા 22માં ક્રમે છે. કેન્દ્ર સરકારના ઈન્ડિયા ફાઇટ્સ કોરોના નામના ટ્વીટર હેન્ડલ પર અપલોડ કરેલી વિગત મુજબ, દેશમાં પ્રતિ 10 લાખની વસ્તીએ કોરોનાના એક લાખ 159 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની સ્થિતિ નબળી જોવા મળી રહી છે. દેશમાં દિલ્હી 3,30,201 ટેસ્ટ સાથે દેશમાં સૌથી પ્રથમ ક્રમાંકે છે. જ્યારે લદ્દાખમાં 10 લાખની વસતીએ 241335 ટેસ્ટ થયા છે. તો ગોવા આ મામલે ત્રીજા સ્થાને છે જ્યારે આંદામાન નિકોબાર ચોથા ક્રમાંકે છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1564 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14889 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 189420 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14803 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 208278 પર પહોંચી છે.

Share This Article