અમદાવાદ-ગાંધીનગર વચ્ચે નેશનલ હાઇવે પર ટોલ નહીં ભરવો પડે

admin
1 Min Read

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. 71 કરોડના બે ફ્લાય ઓવરનું અમિત શાહે ઇ-લોકાર્પણ કર્યું છે. સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ અને સાણંદ જંકશન ફ્લાય ઓવર બ્રિજનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.  નાયબ મુખ્યમંત્રીએ આ દરમિયાન મોટી જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું કે, ભારત સરકારના નિયમ મુજબ નેશનલ હાઈવે પર ટોલ લેવાનો હોય છે. અમે કેન્દ્ર સરકારને રજુઆત કરી અમદાવાદ ગાંધીનગર એક એ શહેર છે માત્ર નામ અલગ છે. સતત લોકોની અવરજવર હોવાથી ટોલ લેવુ યોગ્ય નથી અને કેન્દ્ર સરકારે કોઈપણ ટોલ ન લેવાની મંજુરી આપી. ગુજરાત પહેલુ રાજ્ય હશે જેમાં ટોલ નહી લેવાય.

Share This Article