ગુજરાતની બેંકોમાં કોરોનાનો વિસ્ફોટ, વધુ 1 હજાર બેંક કર્મચારી કોરોના સંક્રમિત

admin
2 Min Read

રાજ્યભરમાં કોરોના વાયરસનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે જેની સીધી અસર બેન્ક કર્મચારીઓ પર પણ જોવા મળી રહી છે. કોરોનાના બીજા રાઉન્ડમાં અંદાજે 1 હજાર કર્મચારીઓ સંક્રમિત થયા હોવાનો ઘટસ્ફોટ મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયને કર્યો છે. આમ લૉકડાઉનથી અત્યાર સુધીમાં 5થી 7 હજાર કર્મચારીઓ કોરોનાના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે.

તેવામાં બેન્ક કર્મચારીઓને કોરોના સામે રક્ષણ પૂરું પાડવા અને કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સ જાહેર કરવા માંગ ઉઠી છે. દિવાળીના વેકેશન બાદ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે અને વધતા કેસોની સંખ્યાને લઈ રાજ્ય સરકારની ચિંતા પણ વધી છે. બીજા તબક્કામાં અંદાજે 1 હજાર કર્મચારીઓ સંક્રમણના ભોગ બન્યા છે. કર્મચારીઓને પડી રહેલી આ મુશ્કેલીઓ મામલે મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયન આગળ આવ્યું છે.

NOIDA, INDIA – FEBRUARY 28: SBI Bank branch closed due to one-day strike by its employees in protest against wage revision, out sourcing of permanent jobs, inadequate recruitment & improvement in pension schemes in banks on February 28, 2017 in Noida, India.(Photo by Sunil Ghosh/Hindustan Times via Getty Images)

મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયનના મહામંત્રી જનક રાવલે જણાવ્યું કે, અમદાવાદ અને ગુજરાતમાં બેંકોની શાખાઓ કોરોના હોટસ્પોટ બની રહી છે. રાજ્યભરમાં સરકારી અને ખાનગી મળી કુલ 15 હજાર શાખાઓ છે. રોજે રોજ અલગ અલગ બેંકના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં બેન્ક કર્મચારીઓ પોઝિટિવ હોય છે. હાલમાં બીજા રાઉન્ડમાં 1 હજાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ છે અને જ્યારથી લોકડાઉન જાહેર થયું ત્યારથી અત્યાર સુધી એટલે કે, છેલ્લા 8 મહિનામાં 5થી 7 હજાર બેન્ક કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે. અત્યાર સુધીમાં 10થી 12 કર્મચારીઓ મોતને પણ ભેટ્યા છે.

Share This Article