ગુજરાતના વધુ એક સાંસદને કોરોના ભરખી ગયો, અભય ભારદ્વાજનું નિધન

admin
1 Min Read

રાજ્યસભાના સાંસદ અને રાજકોટના ભાજપના નેતા અભય ભારદ્વાજનું કોરોના વાયરસની સારવાર દરમિયાન નિધન થયું છે. અભય ભારદ્વાજની ચેન્નાઇ સારવાર શરૂ હતી પરંતું મલ્ટીપલ સમસ્તેયાઓનાં કારણે તેમને રિકવરી આવી રહી નહોતી. છેલ્લા કેટલાય મહિનાથી તેઓ હોસ્પિટલના બિછાને હતા.

અહેમદ પટેલના નિધન બાદ અભય ભારદ્વાજનું નિધન થતા રાજ્યસભાના ગુજરાતના બે સાંસદોને કોરોના ભરખી ગયો છે. વડાપ્રધાન મોદી દ્વારા ટ્વીટ કરીને અભય ભારદ્વાજના નિધન અંગે શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, અભય ભારદ્વાજની કોરોનાની છેલ્લા કેટલાક સમયથી ચેન્નાઇની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. ઓગસ્ટમાં અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ ગંભીર બની હતી. જ્યાં ભારદ્વાજની તબિયત વધુ બગડતા અમદાવાદની ટીમને રાજકોટ સિવિલ મોકલાઈ હતી. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ચેન્નાઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 2 મહિના કોરોના સામે લડ્યા પછી ચેન્નાઈની હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. મહત્વનું છે કે, અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો હતો. તેઓ મૂળ રીતે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમણે રાજકોટ બાર એસોસીએશનમાં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતા.આ ઉપરાંત કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.

Share This Article