પૌત્રીની સગાઈમાં લોકોની ભીડ એકત્રિત કરનાર ભાજપ નેતા કાંતિ ગામીતની ધરપકડ

admin
1 Min Read

આખરે પોલીસે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ભાજપ નેતા કે જેમણે પોતાની પૌત્રીની સગાઈમાં ભીડ એકત્રિત કરી કોવિડ 19ની ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું તેમની ધરપકડ કરી છે.

તાપીમાં પૌત્રીની સગાઈમાં ભીડ ભેગી થવાને લઈને પોલીસે પૂર્વ મંત્રી કાંતિ ગામિતની ધરપકડ કરી છે. કલમ 308 હેઠળ ભાજપ નેતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની મોટી કાર્યવાહી અન્ય નેતાઓ અને ધારાસભ્યો માટે પણ ચેતવણી સમાન છે. તાપીમાં પૌત્રીની સગાઇમાં 6000 લોકોની ભીડ ભેગી કરવા મામલે ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ભાજપના પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇ મામલે કાંતિ ગામિત સહિત 18 સામે ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસ દ્વારા 308 હેઠળ કાંતિ ગામિતની ધરપકડ કરાઇ છે. આ મામલે સુરત ગ્રામ્ય SP ઉષા રાડાને ઘટનાની વધુ તપાસ સોંપાઈ છે. સાથે જ 7 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરાયા છે. બીજીબાજુ આ સગાઈ કાર્યક્રમમાં જેટલા પોલીસકર્મી હાજર હતા તે તમામને સસ્પેન્ડ કરાયા છે.

Share This Article