CBSEએ બોર્ડની પરીક્ષાને લઈ કરી મહત્વની જાહેરાત

admin
1 Min Read

કોરોના વાયરસની મહામારીના પરિણામે સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે અને તે પણ લેખિતમાં લેવાશે. સીબીએસઈએ સ્પષ્ટ કર્યુ છે કે વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા નહિ યોજાય.

મળતી માહિતી મુજબ, 2021માં યોજાનારી CBSE બોર્ડની પરીક્ષા ઓનલાઈન નહિ યોજવામાં આવે.સીબીએસઈએ જણાવ્યું કે કોવિડની ગાઈડલાઈન અંતર્ગત પરીક્ષાનું આયોજન કરાશે. તેમજ ટૂંક સમયમાં પરિસ્થિતિઓની સમીક્ષા બાદ પરીક્ષાની તારીખની જાહેરાત કરાશે.

સીબીએસઈના જણાવ્યા મુજબ, 2021માં બોર્ડ પરીક્ષાઓ ઓનલાઈન માધ્યમથી ન લઈને લેખિત પરીક્ષાઓ થશે. પરીક્ષાના સંચાલન માટે તારીખો પર વિચાર-વિમર્શ હજી ચાલી રહ્યું છે. બોર્ડના અધિકારીએ જણાવ્યું કે, જો પરીક્ષા પહેલા ક્લાસમાં પ્રયોગાત્મક કાર્યો માટે વિદ્યાર્થી ઉપસ્થિત ન રહી શક્યા તો અન્ય વિકલ્પ વિશે વિચારવામાં આવશે. આ પરીક્ષા કોવિડની તમામ ગાઈડલાઈનનું પાલન કરીને આયોજિત કરવામાં આવશે. મહત્વનું છે કે, કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ આગામી વર્ષે થનારી બોર્ડની પરીક્ષાઓ અને પ્રતિસ્પર્ધી સ્પર્ધાઓના મુદ્દા પર 10 ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરવાના છે.

Share This Article