ગોંડલમાં એક પત્રકારનાં ઘરે થયો હુમલો

admin
1 Min Read

ગોંડલમાં પત્રકાર પિન્ટુ ભોજાણીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. જુગારના સમાચાર પ્રસારિત કરાતા 4 શખ્સોએ દેવાંગ ભોજાણીના ઘરે હુમલો કર્યો હતો. અલ્પેશ આચાર્ય, ભૂષણ, વિક્રમ પરમાર અને પ્રતીક ચૌહાણ નામના શખ્સો દેવાંગ ભોજાણીના ઘરે આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા SP બલરામ મીના ગોંડલ જવા રવાના થયા છે. Dysp જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા છે. તેવામાં 3 ગુના નોંધાય તેવી શકયતા છે. મળતી માહિતી મુજબ ગોંડલના મહાદેવ વાડીમાં રહેતા અને દાયકાઓથી સમાચાર પત્રો અને ટીવી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલ સ્વર્ગસ્થ મહેશભાઈ ભોજાણીના સંતાનો પણ સમાચાર ક્ષેત્રમાં જોડાયેલા છે. રિપોર્ટર દેવાંગ ઉર્ફે પિન્ટુ ભોજાણીના ઘરે અલ્પેશ આચાર્ય, ભૂષણ, વિક્રમ પરમાર, તેમજ પ્રતીક ચૌહાણ નામના શખ્સો દારૂ ઢીંચીને દોડી ગયા હતા. દેવાંગ ભોજાણીના પત્ની કાજલબેન સાથે ગેરવર્તણૂક કરી હતી. ભુંડા બોલી ગાળો ભાંડી ઘર પાસે પેશાબ અને લુખ્ખા ગીરી કરી ગેરવર્તણૂક કરી હતી. બાદમાં પેલેસ રોડ પર આવેલ ભોજાણી ન્યુઝ એજન્સી જયેશભાઈ ભોજાણીની ઓફિસમાં રોકડ રકમની લૂંટ અને તોડફોડ કરી કચ્ચરઘાણ વાળી દેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હુમલો કરનાર અલ્પેશ આચાર્યએ જુગાર રમતા ઝડપાતા સમાચાર પ્રસિદ્ધ થયા હતા જેનો ખાર રાખી ભોજાણી પરિવાર પર હુમલો થયાનું ભોજાણી બંધુઓએ જણાવ્યું હતું.

Share This Article