દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલ નારાયણ સાંઈને મળ્યા જામીન

admin
1 Min Read

દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાઈને વયોવૃદ્ધ માતાની તબિયત સારી ન હોવાથી 14 દિવસના વચગાળાના જામીન મળ્યા છે. આજે નારાયણ સાંઈ લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યાં તેણે લોકોને ભીડ ન કરવા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના ગુનામાં લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને જેલમાંથી મુક્ત કરવા માટે 14 દિવસના ફર્લો જામીન મંજૂર કર્યા છે. બીમાર માતાને મળવા માટે કોર્ટે નારાયણ સાંઈના ફર્લો મંજૂર કર્યા છે. ડિસેમ્બર 2013માં હરિયાણાથી બળાત્કારના કેસમાં નારાયણ સાંઈની ધરપકડ થયા બાદ તે પહેલીવાર જેલની બહાર આવ્યા હતા.

સુરતની લાજપોર જેલમાંથી બહાર આવતાની સાથે જ નારાયણ સાંઈને જાપ્તા સાથે અમદાવાદ લઈને પોલીસ રવાના થઈ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ નારાયણ સાઈએ લોકોને ભીડભાડ ન કરવા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે સાધિકા પર દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા નારાયણ સાંઈએ માતાની તબિયત સારી ન હોવાથી જામીન માટે અરજી કરી હતી. જેમાં 7 વર્ષ બાદ 14 દિવસના વચગાળાના જામીન મંજુર થયા હતા.
Share This Article