રાજ્યમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓ વધતી જાય છે. જ્યારે વધું એક આવી જ ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જ્યાં એક શખ્સે સામાન્ય બોલાચાલીમાં ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું.
રાજકોટમાં મોડીરાત્રે ફાયરિંગની ઘટના બની હતી ત્યારે ફાયરિંગ કરનાર શખ્સ કુખ્યાત કમલેશ રામાણી નીકળ્યો છે. નશો કરેલા યુવકને કારચાલક સાથે બોલાચાલી થઇ હતી. ત્યારે યુનિવર્સિટી રોડ પેટ્રોલ પંપ પાસે કમલેશ રામાણીએ ફાયરિંગ કર્યું હતુ.
કમલેશ રામાણી પર એટ્રોસિટી અને ફાયરિંગનો ગુનો નોંધાયો છે અને ફાયરિંગ કરી નાસી છૂટેલા કમલેશ રામાણી પોલીસે પણ ઝડપી પાડ્યો છે. ત્યારે રાજકોટમાં ભૂમાફિયા કમલેશ રામાણીના આતંકનો અંત ક્યારે આવશે. અગાઉ પણ રામાણી પર અનેક ગુના નોંધાયેલા છે. ત્યારે હવે રાજકોટ પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.
