વાઘે માણી બાથ ટબમાં સ્નાન કરવાની મજા, જુઓ વીડિયો

admin
1 Min Read

સોશિયલ મીડિયામાં અવાર નવાર પશુ અને પ્રાણીઓના વિડિયો વાયરલ થતા હોય છે. જે જોઈને લોકો પણ મોજમાં આવી જતા હોય છે. ત્યારે હાલમાં એક વાઘનો વિડિયો વાયરલ થયો છે.

તમે ક્યારેય વાઘને બાથ ટબમાં નહાતો જોયો છે ? કદાચ તો તમે નહીં જ જોયો હોય. તો હવે આ દુર્લભ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેને કોંગ્રેસ નેતા જયરામ રમેશ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેણે ટ્વિટમાં જણાવ્યું હતું કે આ નજારો કર્ણાટકના કૂર્ગનો છે.

આ વીડિયો સોશયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પાણીથી ભરેલું બાથ ટબ જંગલમાં રાખવામાં આવ્યું છું. જ્યાં વાઘ તે બાથ ટબ પાસે પહોંચે છે અને તે બાથ ટબમાં બેસીને સ્નાન કરવા લાગે છે. આ વીડિયોને હજારો લોકો નિહાળી ચુક્યા છે.

Share This Article