મોટેરામાં ફેબ્રુઆરી 2021માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ અને T-20 મેચ રમાશે

admin
1 Min Read

અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝ રમાવવાની છે. અમદાવાદમાં 2 ટેસ્ટ અને 5 ટી 20 મેચ રમાશે. આ મેચ ફ્રેબ્રુઆરી મહિનામાં શરૂ થવાની છે.

7 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ શરૂ થવાની છે. એ પૈકી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 T-20 અમદાવાદ ખાતે જ રમાશે. મહત્વનું છે કે, મોટેરા સ્ટેડિયમમાં છેલ્લે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ નવેમ્બર 2014માં હોસ્ટ કરી હતી. ત્યારે ભારતે શ્રીલંકાને 275 રન ચેઝ કરતા 6 વિકેટે હરાવ્યું હતું. અંબાતી રાયુડુએ 121 અને શિખર ધવને 79 રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ 50 હજારની બેઠક ક્ષમતા ધરાવતા મોટેરાને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવા માટે જુના સ્ટેડિયમને ડિમોલીશ કરવામાં આવ્યું હતું.

https://twitter.com/Theindi47072747/status/1337015408184868865?s=20

Share This Article