સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગાજશે રજવાડાઓના વિલીનીકરણની ગાથા

admin
1 Min Read

લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ હતું. તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઇ રહે તે માટે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ બનાવવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. SOU ખાતે રાજા રજવાડાના ઇતિહાસ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાશે. દસ્તાવેજ, ચીજવસ્તુ, વિરાસતની સંપૂર્ણ વિગતો શો કેસ કરાશે. પ્રવાસીઓને ભારતની એકતાના ઇતિહાસથી પરિચિત થવાની તક મળશે.

મળતી માહિતી મુજબ, 562 દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા વિશ્વભરના પ્રવાસીઓને ભારતની એકતા અખંડિતતાના ભવ્ય ઇતિહાસથી પરિચિત થવાની અમૂલ્ય તક મળશે. દેશી રજવાડાના ગૌરવવંતા ઇતિહાસની ગાથા અત્યાધુનિક ૩-ડી-હોલોગ્રાફી-ઓગમેન્ટેડ રિયાલિટી સહિત ઓડિયો-વિડીયો -કંટ્રોલ લાઇટ સિસ્ટમ આકર્ષણો સાથે આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરાશે.

Share This Article