યુવા સંગીતકારોને હિંદુસ્તાની મ્યુઝિક શિષ્યવૃત્તિ ઓફર કરવા સિટીબેંક અને એનસીપીએની ભાગીદારી

admin
2 Min Read

નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ (એનપીસીએ)એ ભારતમાં કલા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન માટેની વિવિધ પહેલો માટે કામ કર્યું છે. વર્ષ 2009થી સિટી સાથેની ભાગીદારીમાં એનસીપીએ હિંદુસ્તાની સંગીત (વોકલ અને ઇન્સ્ટ્રુમેન્ટલ) ક્ષેત્રે આધુનિક તાલીમ ઇચ્છતા પ્રતિભાશાળી યુવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી રહ્યું છે.

આ વર્ષે સિટી-એનસીપીએ શિષ્યવૃત્તિ વોકલ – ખયાલ/દ્રુપદ અને પર્કશન્સ – તબલા/પખાવજ માટે આપવામાં આવી રહી છે. પ્રવેશ 18થી35 વર્ષના વયજૂથ સુધી મર્યાદિત છે અને 15મી જાન્યુઆરી, 2021 સુધી અરજીઓ સ્વિકારવામાં આવશે. “આ પ્રયાસ સાથે અમે યુવા પેઢીને સંગીતક્ષેત્રે મદદરૂપ બનવાની આશા રાખીએ છીએ. અમે દેશભરમાંથી મોટી સંખ્યામાં અરજીઓની અપેક્ષા રાખીએ છીએ,” તેમ આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ ઉપર પ્રતિક્રિયા આપતાં એનસીપીએ, ઇન્ડિયન મ્યુઝિક, હેડ-પ્રોગ્રામિંગ ડો. સુવર્ણલતા રાવે કહ્યું હતું.


યોગ્યતાના માપદંડો અને સામાન્ય સૂચનાઓઃ
• આ શિષ્યવૃત્તિ માટે ઉમેદવારનો બાયો-ડેટા તેમની અરજી તરીકે ગણાશે. અલગથી કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં.
• વય મર્યાદાઃ
ખયાલ/ પર્કશન્સ માટે – 18થી30 વર્ષની ઉંમર (1 માર્ચ 2021 મૂજબ)
દ્રુપદ માટે – 18થી35 વર્ષની ઉંમર (1 માર્ચ, 2021 મૂજબ)
• એપ્રિલ 2021થી માર્ચ 2022 દરમિયાન સંગીતના ક્ષેત્રે અન્ય શિષ્યવૃત્તિ/ગ્રાન્ટના લાભાર્થી ઉમેદવારો અરજી કરી શકશે નહીં.
• કોઇપણ કંપનીમાં ફુલ-ટાઇમ/પાર્ટ-ટાઇમ વર્કિંગ પ્રોફેશ્નલ્સ અરજી કરી શકશે નહીં.
• ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી ‘એ’ ગ્રેડ સહિતના પ્રોફેશ્નલ મ્યુઝિશિયન્સ અરજી કરી શકશે નહીં.
• કુરિયર દ્વારા મોકલાયેલી હાર્ડ કોપીમાં અરજીઓ સ્વિકારાશે નહીં. અહીં આપેલાં ઇમેઇલ આઇડી ઉપર પ્રાપ્ત અરજીઓને જ ધ્યાનમાં લેવાશે.
• માત્ર ભારતના નાગરિકો જ અરજી કરી શકે છે.
• 15 જાન્યુઆરી 2021 પછી પ્રાપ્ત અરજીઓ સ્વિકારાશે નહીં.
• એનસીપીએ સિલેક્શન કમીટીનો નિર્ણય આખરી રહેશે.

સિટી-એનસીપીએ પર્ફોર્મિંગ આર્ટ્સ શિષ્યવૃત્તિ માટે કેવી રીતે અરજી કરશો
અરજી કરવા માટે ઉમેદવારો તેમની અરજી (સંગીત શિક્ષણ અંગેનો બાયો-ડેટા) 15 જાન્યુઆરી 2021 સુધીમાં [email protected] ઉપર ઇમેઇલ કરવાનો રહેશે.

શોર્ટલિસ્ટ કરેલા ઉમેદવારોનું ઓડિશન ફેબ્રુઆરી 2021માં ઓનલાઇન અથવા મુંબઇમાં એનસીપીએ પરિસરમાં યોજાશે, જે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઇ (બીએમસી) દ્વારા જાહેર કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ઉપર નિર્ભર રહેશે.

Share This Article