કલાકો સુધી બંધ રહ્યા બાદ ગૂગલ મેઇલ, યૂટ્યુબ સહિતની એપ પુન: શરુ

admin
1 Min Read

સોમવારે સાંજે અચનાક યૂ-ટ્યૂબ અને જીમેલ સહિત ગૂગલની તમામ એપ્સે કામ કરવાનું બંધ કરી દેતા હાહાકાર મચ્યો હતો. કલાકો સુધી આ સર્વિસ બંધ રહી હતી જેના કારણે મોટી કંપનીઓથી માંડી જીમેઈલ અને યુ ટ્યુબનો ઉપયોગ કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

યુ ટયુબ, જીમેઈલની સર્વિસ બંધ થતાની સાથે જ ટ્વિટર પર ગૂગલ ડાઉન ટ્રેન્ડ શરૂ થયો હતો. વિશ્વના ઘણા ક્ષેત્રોમાં, વપરાશકર્તાઓ Gmail, ગૂગલ મેપ્સ અને યુટ્યુબના ઠપ્પ થવાથી નારાજ છે.

કારણકે આ ગાળા દરમિયાન કરોડો લોકોના કામકાજ પર પણ મોટી અસર પડી હતી. ઘણા લોકોએ ગૂગલની એપ્સ ડાઉન થવાની ફરિયાદ ટ્વીટર પર કરી હતી. મહત્વનું છે કે ભારતમાં માત્ર યુટ્યુબ અને જી-મેઇલ જ નહીં, પરંતુ ગૂગલ ડ્રાઇવ, ગૂગલ મીટ જેવી ઘણી મહત્વપૂર્ણ એપ્લિકેશનોની સેવા પણ ડાઉન થઈ હતી. લોકો આ માહિતી સતત ગૂગલ ડાઉન હેશટેગ સાથે શેર કરવા લાગ્યા હતા. જોકે, થોડા સમય બાદ ગુગલની સેવા શરુ થઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Share This Article