આ દેશે કોરોના સામેની જંગમાં મેળવી જીત, સંપૂર્ણ રીતે કોરોના મુક્ત થયો

admin
1 Min Read

કોરોના સામેની લડતમાં ન્યૂઝીલેન્ડે જીત મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડ હવે સંપૂર્ણ રીતે કોરોના મુક્ત થઈ ગયું છે. સરકારે નિવેદન બહાર પાડીને કહ્યું છે કે વાયરસના એક પણ એક્ટિવ કેસ નથી. આ જ કારણે તમામ પ્રતિબંધો હટાવી લેવાયા છે. ન્યૂઝીલેન્ડ હવે સતર્કતા લેવલ-1માં પહોંચી ગયું છે. જે દેશના અલર્ટ સિસ્ટમમાં સૌથી નીચલું લેવલ છે. ન્યૂઝીલેન્ડની સરકારે કહ્યું કે હવે લોકોના આયોજનોમાં ભેગા થવા પર કોઈ રોક નથી.

આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા ઉપાયોની પણ કોઈ જરૂર નથી. જો કે સુરક્ષા કારણોસર દેશની સરહદો હજુ પણ વિદેશીઓ માટે બંધ રહેશે. અત્રે જણાવવાનું કે ન્યૂઝીલેન્ડમાં છેલ્લા બે અઠવાડિયાથી પણ વધુ સમયથી કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી.

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને કોરોના સામે જંગમાં પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી છે. અર્ડર્ને પત્રકારોને જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે દેશ કોરોના વાયરસથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે ત્યારે તેઓ ખુશીથી નાચી ઉઠ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું કે, આપણે એક સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં પહોંચી ગયા છીએ. જો કે હાલ કોરોના વાયરસથી પહેલાની સ્થિતિમાં પાછું ફરવું સરળ નથી પરંતુ હવે સંપૂર્ણ ફોકસ સ્વાસ્થ્ય પ્રણાલીની જગ્યાએ આર્થિક વિકાસ પર રહેશે.’

Share This Article