અમેરિકામાં કોરોના સામે જંગ લડવા હવે બે વેક્સિન, આ કંપનીની વેક્સિનને મળી મંજૂરી

admin
1 Min Read

વિશ્વના અનેક દેશોમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. અમેરિકામાં કોરોનાના સૌથી વધુ કેસો સામે આવી ચુક્યા છે. ત્યારે કોરોના સામે જંગમાં અમેરિકાએ મોડર્નાની COVID-19 વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. કંપનીએ જુલાઇમાં પોતાની બીજી ટ્રાયલ શરૂ કરી દીધી અને ત્રીજા ટ્રાયલને પુરી કર્યા પછી 30 નવેમ્બરના રોજ અમેરિકાના એફડીએ પાસેથી ઉપયોગની પરવાનગી માંગી, જે હવે મળી ગઇ છે.

આ પહેલાં અમેરિકા ફાઈઝર વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી ચૂકી છે એટલે કે હવે કોરોના સામે મુકાબલા માટે બે વિકલ્પ હશે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) પાસેથી મંજૂરી મળ્યા બાદ મોડર્નાએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી અઠવાડિયાથી રસીકરણનું કામ શરૂ કરવામાં આવી શકે છે.

મોડર્નાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કોરોના વાયરસની સારવાર માટે અમે એફડીએ પાસેથી વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવશે.” FDAની એક પેનલે કહ્યું વેક્સીન 18 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના લોકોમાં કોરોનાના જોખમને ઓછું કરવામાં કારગર છે. આપને જણાવી દઇએ કે આ પહેલા ફાઇઝર અને જર્મન પાર્ટનર બાયો એન ટેકની વેક્સીનને લીલી ઝંડી મળી હતી.

Share This Article