બ્રિટેનમાં કોરોનાના નવા સ્ટ્રેનના કહેરના પગલે ભારતે બ્રિટેનથી આવતી ફ્લાઇટો પર મુક્યો પ્રતિબંધ

admin
1 Min Read

કોરોનાની મહામારી સામે વિશ્વ લડી રહ્યું છે અને તેને નાથવા માટે વેક્સિન શોધી તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે. બ્રિટન અને ઇટલીમાં કોરોના વાયરસે રૂપ બદલ્યુ છે.

જેને લઈ ખળભળાટ મચ્યો છે ભારતમાં પણ હવે આ વાયરસના નવા સ્ટ્રેનને લઈ હડકમ્પ મચ્યો છે અને મોદી સરકાર હરકતમાં આવી છે. કોરોનાના નવા સ્વરુપને લઈ યુરોપીયન યુનિયનના અનેક દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત અન્ય અનેક દેશો આવા પ્રતિબંધો પર વિચાર કરી રહ્યા છે.

કોરોના વાયરસના નવા સ્વરૂપને જોતા કેન્દ્રની મોદી સરકારે પણ બ્રિટેનથી આવતી જતી ફ્લાઈટો પર પ્રતિબંધ મુકી દીધો છે.  31 ડિસેમ્બર સુધી આ પ્રતિબંધ નવા આદેશ સુધી લાગુ રહેશે. જેનો અમલ આજ મધરાત્રીથી શરુ કરાશે. મહત્વનું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પાસે બ્રિટનથી આવનારી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી હતી.

Share This Article