કલોલના પંચવટી વિસ્તારમાં ભેદી ધડાકા થતાં બે મકાન ધરાશાયી : એકનું મોત, ત્રણ લોકો ઘાયલ

admin
1 Min Read

કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક ભેદી ધડાકા થતાં બે મકાન ધરાશાયી થયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત છે. જ્યારે ત્રણથી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના કલોલમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક એક ઘરની નીચે મોટો બ્લાસ્ટ  થયો હતો. જેમાં બે મકાન ધરાશાયી થયા હતા.

આ ઘટનામાં ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે, ગેસ ફોલ્ટ કે અન્ય કારણોસર જમીનમાં ધડાકા થયો હશે, જેના કારણે આ દુર્ઘટના બની છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, ઘરની નીચેથી પસાર થઈ રહેલી ONGC પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હોવાની લોકો આશંકા સેવી રહ્યા છે. જોકે, આ બ્લાસ્ટ કેવી રીતે થયો અને શું કારણ છે, તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

 

Share This Article