નાઇટ ક્લબમાં પોલીસની રેડ, સેલિબ્રિટિઝ ઊંધી પૂંછડીએ ભાગ્યા, સુરેશ રૈના ઝડપાયો..

admin
1 Min Read

મુંબઈના એક પબમાં પોલીસે રેડ પાડી હતી. જ્યાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન થતું હોવાનું જાણવા મળ્યુ હતું. આ દરમિયાન ઘણી નામચીન હસ્તીઓ પણ પબમાં હતી જેમની અટકાયત કરવામાં આવી હતી તો ઘણા સેલિબ્રિટિઝ ઊંધી પૂંછડીએ ભાગ્યા હતા.  

પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની વિરુદ્ધ મુંબઈ પોલીસે કેસ નોંધી દીધો છે. મૂળે, મુંબઈના ડ્રેગન ફ્લાય નામના એક પબમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતાં અનેક લોકો પકડાઈ ગયા હતા. તેમાં સુરેશ રૈના પણ સામેલ છે. રૈના પર કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસને જોઈ રૈના સહિતના સેલેબ્સ પાછલા બારણેથી ભાગી ગયા હતા. આ દરમિયાન મુંબઈ પોલીસે તેની સામે કેસ દાખલ કર્યો છે. ક્રિકેટર સુરેશ રૈના ઉપરાંત બોલિવૂડ સેલિબ્રિટીઝ ગુરુ રંધાવા, બાદશાહ ઉપરાંત સુઝૈન ખાન પણ આ પબમાં પાર્ટી કરી રહ્યા હતા.  સુરેશ રૈના ઉપરાંત અનેક બોલિવૂડ સેલિબ્રિટલીઝની મુંબઈ એરપોર્ટની પાસે મુંબઈ ડ્રેગન ફ્લાય ક્લબથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમને જામીન મળી ચૂક્યા છે. ધરપકડનું કારણ સમય મર્યાદાથી વધુ ક્લબને ખોલવા અને કોવિડ નિયમોનું પાલન કરવા હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ મુજબ, સિંગર ગુરૂ રંધાવા અને બાદશાહની પણ અટકાયત  કરવામાં આવી હતી, જેમને જામીન મળી ચૂક્યા છે. આ દરોડામાં કુલ 34 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાં 7 હોટલ સ્ટાફ પણ સામેલ છે.

Share This Article