ટ્રકે ટોલ પ્લાઝા પર ઉભેલ કારને 100 મીટર સુધી ઢસળી, અકસ્માતના સીસીટીવી આવ્યા સામે

admin
1 Min Read

રાજસ્થાનના દૌસા જિલ્લામાં મનોહરપુર-કોથૂન નેશનલ હાઈવે પર આવેલ ટીટોલી ટોલ પ્લાઝા પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને નજરે જોનારાના રુંવાટા ઉભા કરી દે તેવા આ અકસ્માતના દ્રશ્યો હતા.

દૌસાના ટીટોલી પ્લાઝામાં ટોલટેક્સ ભરવા માટે ઉભેલી એક કારને પાછળથી ધસમસતી આવતી એક ટ્રકે જોરથી ટક્કર મારી દીધી હતી. એટલુ જ નહીં ટ્રક ચાલકે કારને ટક્કર મારીને ટોલટેક્સનો પોલ તોડી તેને 100 મીટર સુધી ઢસળી હતી. આ વિચિત્ર અકસ્માત ટોલપ્લાઝાના સીસીટીવીમાં કેદ થયો હતો.

જેનો વીડિયો જોઈ સૌ કોઈ હેરાન છે. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમાં એક મહિલાની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યુ છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ મહિલાને વધુ સારવાર માટે જયપુરની હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે હાલ સીસીટીવીના આધારે ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

https://www.youtube.com/watch?v=7Pop8IWwhYA

Share This Article