કોરોનાકાળ વચ્ચે તમિલનાડુ સરકારે જલ્લીકટ્ટુની રમત યોજવા આપી મંજૂરી

admin
1 Min Read

તમિલનાડુ સરકારે બુધવારે વાર્ષિક જલ્લીકટ્ટુ રમતના આયોજનને મંજૂરી આપી દીધી છે. એક સરકારી નિવેદન અનુસાર તેમાં માત્ર 150 લોકોને જ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. સામાન્ય રીતે આ રમતમાં હજારો લોકો ભાગ લે છે અને બળદને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે આ પ્રતિભાગી સીમિત હશે.

સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જલ્લીકટ્ટુ અને મંજુવિરટ્ટુમાં 150 પ્રતિભાગીઓને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. ઇરુથુવરત્તૂમાં માત્ર 150 લોકોને જ સામેલ થવાની મંજૂરી હશે. મળતી માહિતી મુજબ, સરકારના મતે રેસમાં મહત્તમ 300 લોકોની મર્યાદા રહેશે જે પૈકી બળદ દોડાવવા માટે 150 લોકો જ ભાગ લઈ શકશે જગ્યાના 50 ટકા દર્શકો તરીકે હાજર રહી શકશે.

આ રેસમાં ભાગ લેનારા તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે.આ અંગે જાન્યુઆરી 2021માં વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી) જાહેર કરવામાં આવશે. એક નિવેદનમાં જણાવાયું છે કે, આ તમામ રમતોને માત્ર ખુલ્લા મેદાનમાં આયોજિત કરી શકાશે અને આગંતુકોને કુલ ક્ષમતાના 50% લોકોને જ રમત જોવાની મંજૂરી હશે. તમામ આગંતુકોને થર્મલ સ્કેનરની સાથે તપાસવામાં આવશે. માસ્ક પહેરવા ફરજિયાત રહેશે અને સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અનિવાર્ય રહેશે.

Share This Article